હું રાહ જોઇ રહ્યો છું. હું રાહ જોતો બેઠો છું. ઝાડ નીચે બેઠો છું. પોલીસ સ્ટેશનમાં બેઠો છું. પોલીસ ઓફિસર ની રાહ જોતો બેઠો છું. સ્ટેશનની બહાર ઝાડ નીચે. પોણા છ વાગવા આવ્યા છે. રાહ જોવાઈ રહી છે ઓફિસર ની અમારા દ્વારા. અમારા છ મિત્રો દ્વારા. મન વિચારોના વંટોળે ચડ્યું છે - વ્યવસ્થા ના વિચારો , પોલીસના વિચારો , દેશના વિચારો , ભ્રષ્ટાચારના વિચારો , રાજનીતિના વિચારો , કેટલા બધા વિચારો .. વિચારો જ વિચારો . . ચિંતા વ્યવસ્થાની બધી , અમારી પણ. . . આજે સવારે જિંદગીમાં પહલી વાર પોલીસ સ્ટેશનમાં આવવાનું થયું. ફોન આવ્યો સવારે - " વિરાજભાઈ ક્યાં હોસ્ટેલમાં છો? " -- "હા , કેમ?? " --- " તો જરા નીચે આવજો ને આપણે પેલા દિવસે ડામોર સાહેબને હોસ્ટેલના પ્રૉબ્લેમ ની રજુઆત કરી હતી. હવે , સાહેબે પોલીસ ફરીયાદ કરી છે કે વિદ્યાર્થીઓ તેમને માનસિક દબાણ આપે છે અને આત્મહત્યા કરવા પ્રે...
Comments
Post a Comment