છેવટે નક્કી થયું. ઘણી તપાસ પછી ને ઘણા વિચાર પછી, થોડી આનાકાની સાથે ને ઘણી ભગવાનની પ્રાર્થના સાથે છેવટે નક્કી થયું અને જાહેર થયું, ને બધાને ખબર પડી ને બધાને સંતોષ થયો. એક મોટું કાર્ય પાર પાડયું હતું. જિંદગીની કદાચ મોટામાં મોટી જવાબદરી અદા થઈ ચૂકી હતી. આનંદ હતો. સંતોષ હતો. ને એને પણ સંતોષ હતો. ખરો પ્રસંગ તો એનો જ હતો, એની સાથે ખરી લેવાદેવા એની જ હતી. એને પૂછીને જ આખું કામ થયું હતું, ને છેવટે છેલ્લો નિર્ણય એના ઉપર પણ છોડયો હતો, એ ના પાડે તો ના, અને હા પાડે તો હા એ સ્પષ્ટ એને જણાવ્યું હતું. અને એણે હા પાડી હતી. પોતાને પણ ખબર નહોતી કે પોતાનાથી હા કેમ પડાઈ ગઈ હતી. કદાચ ના પણ પાડી શકી હોત. પણ બધાનું એ તરફ વલણ હતું, કોઈનું દબાણ નહોતું પણ સૌની સલાહ હતી, પોતાને પણ કોઈ વાંધો નહોતો, ના પાડવા માટે કોઈ કારણ નહોતું, અને છેવટે તો કોકને માટે હા પાડવી જ પડશે એટલે આમાં પાડીએ તો શું ખોટું... એવી વિચારમાળા હતી. એટલે છેલ્લે એણે હા પાડી,ને બધાં ખુશ થયાં ને બધું, નક્કી થયું ને કરવાનું હતું એ બધું જલદી થઇ ગયું ને એના જીવનમાં એક નવું ને અગત્યનું પ્રકરણ શરૃ થવાની તૈયારી થઈ. એટલે કે એન...
Comments
Post a Comment