છેવટે નક્કી થયું. ઘણી તપાસ પછી ને ઘણા વિચાર પછી, થોડી આનાકાની સાથે ને ઘણી ભગવાનની પ્રાર્થના સાથે છેવટે નક્કી થયું અને જાહેર થયું, ને બધાને ખબર પડી ને બધાને સંતોષ થયો. એક મોટું કાર્ય પાર પાડયું હતું. જિંદગીની કદાચ મોટામાં મોટી જવાબદરી અદા થઈ ચૂકી હતી. આનંદ હતો. સંતોષ હતો.
ને એને પણ સંતોષ હતો. ખરો પ્રસંગ તો એનો જ હતો, એની સાથે ખરી લેવાદેવા એની જ હતી. એને પૂછીને જ આખું કામ થયું હતું, ને છેવટે છેલ્લો નિર્ણય એના ઉપર પણ છોડયો હતો, એ ના પાડે તો ના, અને હા પાડે તો હા એ સ્પષ્ટ એને જણાવ્યું હતું. અને એણે હા પાડી હતી. પોતાને પણ ખબર નહોતી કે પોતાનાથી હા કેમ પડાઈ ગઈ હતી.
કદાચ ના પણ પાડી શકી હોત. પણ બધાનું એ તરફ વલણ હતું, કોઈનું દબાણ નહોતું પણ સૌની સલાહ હતી, પોતાને પણ કોઈ વાંધો નહોતો, ના પાડવા માટે કોઈ કારણ નહોતું, અને છેવટે તો કોકને માટે હા પાડવી જ પડશે એટલે આમાં પાડીએ તો શું ખોટું... એવી વિચારમાળા હતી. એટલે છેલ્લે એણે હા પાડી,ને બધાં ખુશ થયાં ને બધું, નક્કી થયું ને કરવાનું હતું એ બધું જલદી થઇ ગયું ને એના જીવનમાં એક નવું ને અગત્યનું પ્રકરણ શરૃ થવાની તૈયારી થઈ.
એટલે કે એના લગ્ન માટે શોધેલા ને તપાસેલા અનેક મુરતિયાઓની વચ્ચેથી છેવટે એને પસંદ કર્યો, વિવાહ થયો; લગ્ન લેવાયાં અને બધાં એની તૈયારીમાં રોકાઈ ગયાં.
બધાંને સંતોષ હતો. ને એને પણ હતો, એટલે કે એ યુવતીને પણ હતો. છોકરાને તો હમણાં જ પહેલી ગોઠવેલી મુલાકાતને પ્રસંગે જોયો હતો. તે પહેલાં કોઈ પરિચય નહોતો. કોઈ ખ્યાલ નહોતો. જોઇને કોઈ ખાસ લાગણી થઇ હોય એમ પણ નહિ. પ્રથમ નજરે પ્રેમ તો નહિ.
એ દિવસો તો અનેક છોકરાઓને લગ્ન અર્થે મળવાનું થતું હતું. આ કોઈ પ્રેમલગ્ન નહોતું. લાગણીનું પ્રાધાન્ય પણ નહોતું. કુટુંબ, દેખાવ, નોકરી, સંસ્કાર, રંગ, રીતભાત એ સામાન્ય ઉપાંગોનો પ્રશ્ન હતો. ને ઉપાંગો સારાં હતાં. છોકરો સારો હતો. એના ઉપર પસંદગી ઉતારી. સારી પસંદગી પણ હતી. બધાંને સંતોષ હતો.
છોકરીને પણ સંતોષ હતો. એણે હા પાડી હતી. કોઈ પણ વાંધો નહોતો. પણ આ છોકરો નક્કી થયા પછી અને બીજા બધા વીસરાઈ ગયા પછી એના મનમાં એક નાની શંકા રહી હતી, એક આછી છાયા છવાઈ હતી. એ છાયા એક શબ્દ રૃપે વ્યક્ત થઇ હતી. છોકરાના ગુણો હતા, ઘણા હતા, સાચા હતા, કુટુંબ સારું હતું.
જગ્યા સારી હતી, બધું જોવાયું હતું ને બધું યોગ્ય હતું. પણ એક વાત એ છોકરીના મનમાં રહી હતી, એક શબ્દ વળગ્યો હતો, અને બીજા બધા છોકરાઓ ગયા અને આ રહ્યો ત્યારે આ શબ્દ બહાર આવ્યો અને ખટક્યો : છોકરો સારો છે પણ.. છોકરો સામાન્ય છે. અને 'સામાન્ય' શબ્દથી એ જરા ઉદાસ બની ગઈ.
એનાં તો સ્વપ્નો હતાં. પહેલું ગૌરીવ્રત કર્યું હતું ત્યારથી જ એનાં સ્વપ્ન હતાં. મને કેવો શંકર મળશે ? અને જેમ મોટી થઇ ને એના ખ્યાલો સ્પષ્ટ થયા ને છોકરાઓને ઓળખતી થઇ તેમ એનાં સ્વપ્નો પણ વધ્યાં.
કોઈ રાજકુમાર તો નહિ મળે, પણ ગોરો રૃપાળો તેજસ્વી પ્રભાવશાળી મોટા શહેરમાં રહેનારો ને ઊંચી નોકરી ધરાવનારો તો જરૃર હશે. એની બહેનપણીઓ પરણવા લાગી અને એમને મળતા છોકરાઓ રાજકુમાર નહોતા ને વધુ ગોરા ને રૃપાળા તેજસ્વી પ્રભાવશાળી નહોતા તો ય એનાં સ્વપ્ન ચાલુ રહ્યાં અને એની શ્રધ્ધા અડગ રહી : મને અસાધારણ છોકરો મળશે જ.
હું એનામાં ગર્વ લઇશ, બહેનપણીઓને બતાવીશ, ફોટા પાડીશ, સૌને મોકલીશ, સાથે ફરીશું. સાથે શોભીશું. એ કેટલો રૃપાળો હશે, કેટલું કમાતો હશે. ને એ જરૃર મળ્યો, પણ સામાન્ય છોકરો હતો.ખરાબ તો નહિ. સારો હતો. પણ સામાન્ય હતો. બહુ કાળો નહિ પણ ગોરો પણ નહિ.
બેડોળ પણ નહિ પણ રૃપાળો પણ નહિ. બેકાર નહિ ને પૈસાદાર પણ નહિ. નોકરી ગામડામાં નહિ પણ મોટા શહેરમાં પણ નહિ. ઠીક હતું. એટલે કે ઠીક જ. કોઈ વાંધો ઉઠાવી શકાય એમ નહોતું. પણ ગર્વ લઇ શકાય એમ પણ નહોતું. મધ્યમ. સાધારણ. સામાન્ય. ને એ વાત એ છોકરીના મનને અત્યારે ખૂંચતી હતી.સાધારણ. જો ખરાબ છોકરો હોત તો ફરિયાદ કરી શકત. પણ ખરાબ તો નથી. જો અયોગ્ય પસંદગી હોત તો ના પાડી શકત. પણ પસંદગી યોગ્ય જ છે. છોકરો સારો છે. બધાં કહે છે. પોતે કબૂલ કરે છે. ફક્ત પોતાનાં સ્વપ્ન આડે આવે છે અને એને ઉદાસ બનાવે છે.
સ્વપ્નો એ વાસ્તવિક્તાનાં દુશ્મન છે. મીઠાં છે પણ કડવો સ્વાદ મૂકીને જાય છે. કાલ્પનિક આનંદ આપે છે અને વાસ્તવિક દુ:ખ લાવે છે. રાજકુમાર વરરાજાનો હરીફ છે. આદર્શ પતિ સામાન્ય છોકરાનો શત્રુ છે. ગત વર્ષોનાં સ્વપ્નોમાં આવતી કાલનું લગ્ન ખોરવાઈ જવાનું જોખમ છે. એ જોખમમાંથી એ યુવાન કન્યા હવે કેવી રીતે ઊગરશે ?
સામાન્ય લગ્નને અસામાન્યમાં ફેરવી દેવા માટે એક કીમિયો છે : પ્રેમ. પ્રેમ સાચોહશે ઊંડો હશે, અસાધારણ હશે, તો લગ્ન અસાધારણ બનશે. અને પ્રેમ એ હૃદયની વસ્તુ છે, રૃપ, રંગ, પૈસા નોકરીની નહિ. માટે પ્રેમને હવે જાગવા દો. છોકરો સારો છે, મઝાનો છે, એની સામે જુઓ, એને પ્રેમથી આવકારો. અને પ્રેમ બતાવવાથી પ્રેમ વધે એ ગણિતના પ્રમેય જેવું સત્ય છે.
માટે વધવા દો. અનુભવ કરો. અને સાચો પ્રેમ જાગશે ત્યારે જોશો કે એ છોકરો તમને અસાધારણ લાગે છે, બેનમૂન લાગે છે. રાજકુમાર કરતાં ય સારો લાગે છે, અને દુનિયાના સર્વ થયેલા ને થતા ને થનાર યુવાનો કરતાં એ સારો ને ઉત્તમ ને અજોડ છે એની ખાતરી જ થશે અને ગર્વ થશે અને અનંત સુખ થશે.
છોકરો સામાન્ય છે.
છોકરી સામાન્ય છે.
પ્રેમ અસામાન્ય છે.
એક જુની શતદલ ની પૂરતી માંથી 😀 ધન્યવાદ

Comments
Post a Comment