3 - જાન્યુઆરી - 2018
આજે મારો સુર્ય પશ્ચિમ માં ઉગ્યો - એટલે કે મેં આજે સૂર્યને પુર્વમાં ઉગતા જોયો - એટલે કે આજે હું વહેલો ઉઠ્યો સવારે. કયારેય , પૂનમની રાતે- સવારમાં વહેલા - એટલે કે પૂર્વમાં સૂરજ હજુ ઉગ્યો ના હોય પણ ઉગવામાં વધારે વાર પણ ના હોય , આકાશ એકદમ કાળું ના હોય પણ પીળું પણ ના હોય - એવા સમયે પૂનમનો ચંદ્ર જોયો છે કયારેય?? ...... નથી જોયો??? .. તો જરૂરથી જોજો. અદભુત નજારો હોય એ.

પછી કબ્રસ્તાનમાં ગયા છો કયારેય વહેલી સવારે??? હું ગયેલો આજે ..... .. .. ના હવે........ ડર જેવું તો કઈં લાગ્યું જ નહીં. આમેય મરેલા લોકોથી શું ડરવાનું હોય , ડરવાની જરૂર તો જીવતાઓ થી હોય . હું કબ્રસ્તાનના એક છેડા થઈ સામેના છેડા સુધી કબરોની વચ્ચેના આડા-અવળા રસ્તે સામે આવેલી મસ્જિદ સુધી પહોંચ્યો. ખબર નથી પડતી કે કોણ અલ્લાહ ની ભક્તિમાં એટલું મગ્ન થઈ ગયું હશે કે આ કબરોને આવી રીતે આડી-અવળી મન પડે ત્યાં બનાવવાની પરવાનગી આપી દીધી. હું હોવ તો મોંહે-જ-દડો ની મકાન વ્યવસ્થા જેવી ગોઠવણી કરાવળાવું . જેથી મારા જેવો કોઈ વહેલી સવારના અંધકારમાં ભૂલથી કોઈ ગરીબની કબર પર પગ ના મુકી દેય.
તમે પેલો ડાયલોગ સાંભળ્યો છે ?? - " ક્યાં લેકે આયે હો , ક્યાં લેકે જાઓગે " જ્યાં સુધી હું સમજુ છું એ મુજબ એનો મતલબ એ જ હશે કે આ બધી માયા આપણે આખી જીંદગી ભેગી કરીએ છીએ એ મૃત્યુ પછી સાથે આવવાની નથી. I object . મને લાગે છે કે આ વાક્ય લખનારે કયારેય કબ્રસ્તાન નહીં જોયું હોય. અહીંયા કબરો પર પણ નામ લખાય છે સાહેબ ! ગરીબ ની કબર ઉપર પથ્થરો મુકેલા હોય છે તો તવંગરોની કબર પર ટાઈલ્સ પથરાય છે. ગરીબની કબર પર બાવળ ઉગે છે તો તવંગરોની કબર પર તુલસી ઉગાડાય છે. તો કોઈ સંત ક નેતા ની કબર ઉપર તો મંદિર જ ઉભું હોય છે. અસમાનતા ના મૂળ કેટલા ઊંડા છે જુઓ તો ખરા?? અને આ એક મોટું પીપળાનું ઝાડ અહીં વચ્ચે જ ઉભું છે . Sorry I meant . આ વિશાળ , જુનવાણી , ઊંચું પીપળા નું ઝાડ. આ પીપળાએ બધું જોયું હશે. અને બધી ખબર હશે. કોણ આ કબરોની અસ્તવ્યસ્ત ગોઠવણ માટે જવાબદાર છે એ પણ એ ને ખબર હશે. આમ જોઈએ તો પીપળાને આખો ઇતિહાસ ખબર હશે કબ્રસ્તાનનો - દુઃખનો ઇતિહાસ, ગમનો ઇતિહાસ , રુદનનો ઇતિહાસ. કોઈ એક જનાજામાં થોડા રડતા હોય તો બીજા દૂર ઊભીને બીડી ફૂંકતા હશે. તો બીજા જનાજામાં રડવા વાળા બીડી ફૂંકતા હશે અને પેલા રડતા હશે. પીપળાએ બધું જોયું હશે નહીં???

હું મસ્જિદે ગયો. સૂરજ ઉગવાની તૈયારીમાં જ હતો. આખું આકાશ રાતુંબડું થઈ ગયું હતું . ..... ના આખું નહીં પેલો પૂનમનો ચંદ્ર તો સફેદ દૂધ જેવો જ હતો હો... મસ્જિદ ઉપર લીલો ઝંડો ફરકતો હતો. મસ્જિદમાંથી લોબનની સુગંધ બધે પ્રસરીતી હતી. Sorry again . લોબાનની મનમોહન ખુશ્બુ બધે પ્રસરતી હતી. મેં જુના કટાયેલા લોખંડના કમાડમાંથી અંદર જોયું. મસ્જિદની અંદર.
આ શ્રધ્ધા પણ ગજબ ચીજ છે સાહેબ. એ લોકો આ પથ્થરને જોયો નથી કયારેય પણ તેઓને ખબર છે કે એમનો અલ્લાહ એ જ છે.
હું મસ્જિદથી આગળ વધીને નજીક ની ટેકરી પર ચડ્યો. દૂર દૂર સુધી જેટલે નજર પહોંચે ત્યાં સુધી જંગલ જ જંગલ. આમતો નજર બહુ દૂર નો'તી પહોંચતી. પેલી ડુંગરાઓ ની હારમાળા આડી આવી જતી એટલે. હું જોતો જ રહી ગયો. .. બધું.. .. પર્વતો , જંગલો , ચંદ્ર , ઉગતો સૂરજ , કબ્રસ્તાન , મસ્જિદ , તડકો ..... હાં હવે તડકો . વાતાવરણ લાલમાંથી પીળું થઈ ગયું હતું . દિવસની શરૂઆત થઈ ચુકી હતી.

Comments
Post a Comment