હતો , બધો પ્રકાશ આપણાં ગ્રંથોમાં , તો ,
દીવાઓ કેમ બુઝાયા છેક વીસમીએ ?
હતા , અણુ-પરમાણું ના ઉલ્લેખો ગ્રંથોમાં , તો ,
ધડાકા કેમ થયા છેક વીસમીએ ?
હતા , આપણે જ માત્ર જ્ઞાની વિશ્વમાં , તો ,
કેવળ 'ભારતીય મુળના' કેમ રહી ગયા વીસમીએ ?
હતા , સંજય અને નારદ આપણાં વેદોમાં , તો ,
બધા 'પિત્રોડા' કેમ આવે છે વિદેશ થઈને વીસમીએ ?
હતા,શસ્ત્રો અને શાસ્ત્રો શ્રેષ્ટ આદિકાળથી આપણાં , તો
ગુલામ કેમ હતા આપણે વીસમીએ ?
હતું , પુષ્પક આપણાં વેદોમાં , તો
બધા 'રફાલો' કેમ આવે છે યુરોપથી એક-વીસમીએ ?
છે , આખી દુનિયા ભૂખી જ્ઞાનની , તો
આપણે કેમ ફરીએ કહેવાતા ધરાયેલા,એક-વીસમીએ ?
છે બધું અમારી પાસે કહેતાં કહેતાં ,
ભીખ માંગતા કેમ ફરેએ આપણે , એક-વીસમીએ ?
એમ નથી કહેતો કે છે , ' મીથ્યા ' બધુજ ,
પંણ , અભિમાન આપણું 'મીથ્યા' છે જ ,
હજી કેમ નથી છોડતા આપણે , એક-વીસમીએ ?
ઊભો હું કૂપમુંડક આવીને કાંઠે ,
હવે નથી લપાસવાનો ફરીથી ,
એ જ મારી સંકલ્પ એક-વીસમીએ .
By VIRAJ SOLANKI